DA Arrears Calculator 2026 | DA Hike Amount & Months

DA વર્ષમાં બે વાર — 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી — સુધારાય છે, પણ તેની જાહેરાત સામાન્ય રીતે બે-ત્રણ મહિના મોડી થાય છે. એ વચ્ચેના મહિનાનો તફાવત પછીથી એકસાથે મળે છે, જેને DA Arrears કહેવાય છે.

આ કેલ્ક્યુલેટરમાં તમારો Basic Pay, જૂનું DA, નવું DA અને બાકી રહેલા મહિના નાખો — કુલ કેટલી રકમ મળશે તે મહિનાવાર વિગત સાથે તરત જ દેખાશે.

DA Arrears Calculator

DA વધે ત્યારે પાછલા મહિનાનો તફાવત એકસાથે મળે છે. તમને કેટલા રૂપિયા મળશે તે અહીં ગણો.

વિગત ભરો

પે સ્લિપ પરથી
બાકી સમયગાળા દરમિયાનનો Basic Pay. Increment પછી બદલાયો હોય તો સરેરાશ લો.
દા.ત. DA 1 જુલાઈથી લાગુ થાય અને ડિસેમ્બરના પગારમાં મળે, તો જુલાઈથી નવેમ્બરના 5 મહિના બાકી ગણાય.
અંદાજિત કુલ Arrears રૂ.0 એકસાથે ચૂકવાશે

ગણતરી

મહિનાવાર વિગત

મહિનોતફાવત
ધ્યાનમાં રાખો
  • આ ગણતરી અંદાજિત છે — ખરી રકમ તમારા વિભાગની ગણતરી પ્રમાણે થોડી અલગ હોઈ શકે.
  • સમયગાળા દરમિયાન Increment કે Promotion થયું હોય તો Basic બદલાય છે — તેવા કિસ્સામાં આંકડો સહેજ ઓછો-વત્તો આવશે.
  • Arrears પર Income Tax લાગુ પડે છે. એકસાથે મોટી રકમ મળે ત્યારે Form 10E ભરીને Section 89(1) હેઠળ રાહત મેળવી શકાય છે.
  • રાજ્ય સરકારનું DA કેન્દ્ર કરતાં અલગ GR થી જાહેર થાય છે — તારીખ અને દર GR માંથી ચકાસો.

DA Arrears ની ગણતરીનું સૂત્ર

Arrears = (Basic Pay × DA તફાવત ÷ 100) × બાકી મહિના

એટલે કે જો તમારો Basic Pay ₹35,400 હોય અને DA 60% થી વધીને 63% થાય, તો દર મહિને ₹1,062 નો તફાવત પડે. છ મહિનાનું બાકી હોય તો કુલ ₹6,372 Arrears મળે.

કેન્દ્ર અને રાજ્યનું DA અલગ છે

કેન્દ્ર સરકારનું DA જાહેર થયા પછી ગુજરાત સરકાર પોતાનો અલગ GR બહાર પાડે છે. બંનેની ટકાવારી સામાન્ય રીતે સરખી હોય છે, પણ અમલની તારીખ અને ચૂકવણીનો મહિનો અલગ હોઈ શકે છે. એટલે ગણતરી કરતાં પહેલાં તમારા વિભાગનો GR ચકાસી લેવો.

Arrears પર Income Tax લાગે છે

એકસાથે મોટી રકમ મળે ત્યારે તે વર્ષની કરપાત્ર આવક એકાએક વધી જાય છે. આવા કિસ્સામાં Income Tax Act ની Section 89(1) હેઠળ Form 10E ભરીને રાહત મેળવી શકાય છે. ITR ભરતી વખતે આ ફોર્મ ભરવાનું ભૂલશો નહીં, નહીં તો રાહત નામંજૂર થઈ શકે છે.

જો સમયગાળા દરમિયાન Increment કે Promotion થયું હોય તો Basic Pay બદલાય છે, એટલે ખરો આંકડો સહેજ ઓછો-વત્તો આવી શકે.

તમારો કુલ પગાર ગણો Gujarat Salary Calculator

Arrears પર કેટલો ટેક્સ લાગશે? Income Tax Calculator

DA વધારાની તાજી માહિતી 8th Pay Commission Update

📢 Join WhatsApp Channel
Scroll to Top