Old vs New Tax Regime Calculator 2026-27 | Govt Employees

દર વર્ષે એપ્રિલમાં એક જ સવાલ આવે છે — Old Regime રાખવું કે New Regime? સામાન્ય કેલ્ક્યુલેટર ખાનગી નોકરીના માળખા પ્રમાણે ગણતરી કરે છે, પણ સરકારી પગારમાં 80CCD(2) હેઠળ મળતો સરકારનો NPS ફાળો અલગ રીતે ગણાય છે — અને એ કપાત બંને Regime માં મળે છે.

આ કેલ્ક્યુલેટર નાણાકીય વર્ષ 2026-27 (AY 2027-28) ના સ્લેબ પ્રમાણે બંને વિકલ્પોની સાથે-સાથે સરખામણી કરે છે અને બતાવે છે કે તમારા કિસ્સામાં કયું સસ્તું પડશે.

Income Tax Calculator — Old vs New Regime

સરકારી પગાર માળખા પ્રમાણે બંને Regime ની સરખામણી. નાણાકીય વર્ષ 2026-27 (AY 2027-28) ના દર મુજબ.

તમારી આવક

વાર્ષિક રકમ
Basic + DA + HRA + બધા ભથ્થાં, કપાત પહેલાંનો આંકડો.
સરકારનો ફાળો (સામાન્ય રીતે Basic+DA ના 14%). આ કપાત બંને Regime માં મળે છે.

કપાત — ફક્ત Old Regime માં

ન હોય તો 0 રાખો
GPF, GIS, LIC, PPF, બાળકોની ફી, હોમ લોન મુદ્દલ. મર્યાદા ₹1.5 લાખ.
પોતાનો વધારાનો NPS ફાળો. મર્યાદા ₹50,000.
New Regime ₹0 વાર્ષિક કર
Old Regime ₹0 વાર્ષિક કર

વિગતવાર સરખામણી

વિગતNewOld
ધ્યાનમાં રાખો
  • અંદાજિત ગણતરી છે, કર-સલાહ નથી. અંતિમ આંકડા માટે CA અથવા Income Tax Portal નો ઉપયોગ કરો.
  • Standard Deduction આપોઆપ ગણાય છે — New માં ₹75,000 અને Old માં ₹50,000.
  • 80CCD(2) (સરકારનો NPS ફાળો) બંને Regime માં મળે છે — બાકીની બધી કપાત ફક્ત Old માં.
  • ₹50 લાખથી વધુ આવક પર Surcharge ગણાય છે, પણ Marginal Relief અહીં લાગુ કરાયું નથી.
  • Arrears એકસાથે મળે ત્યારે Form 10E ભરીને Section 89(1) ની રાહત અલગથી લેવી પડે છે — તે અહીં ગણાતી નથી.

FY 2026-27 ના Tax Slab

Budget 2026 માં સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી — Finance Act 2025 વાળા દર જ ચાલુ છે.

New Regime માં ₹4 લાખ સુધી કોઈ કર નથી, અને ત્યાર પછી 5% થી શરૂ કરીને ₹24 લાખથી ઉપર 30% સુધીના સાત સ્લેબ છે. Section 87A હેઠળ ₹60,000 ની રાહત મળતી હોવાથી ₹12 લાખ સુધીની કરપાત્ર આવક પર કર શૂન્ય થઈ જાય છે. પગારદાર માટે ₹75,000 નું Standard Deduction ઉપરથી મળે છે.

Old Regime માં ₹2.5 લાખ સુધી કરમુક્ત, Standard Deduction ₹50,000, અને 87A રાહત ફક્ત ₹5 લાખ સુધીની આવક પર મળે છે.

કયું Regime કોના માટે?

New Regime સામાન્ય રીતે એવા કર્મચારી માટે સારું છે જેમની કપાત ઓછી છે — ભાડાનું ઘર નથી, હોમ લોન નથી, અને 80C માં મર્યાદિત રોકાણ છે.

Old Regime ત્યારે ફાયદાકારક બને છે જ્યારે HRA મુક્તિ, હોમ લોનનું વ્યાજ (24b), પૂરું 80C અને 80D — આ બધું ભેગું થઈને મોટી કપાત બનતી હોય. સરકારી કર્મચારીમાં GPF, GIS અને LIC મળીને 80C ની ₹1.5 લાખની મર્યાદા સહેલાઈથી પૂરી થઈ જાય છે, એટલે ગણતરી કર્યા વગર નિર્ણય ન લેવો.

આ અંદાજિત ગણતરી છે, કર-સલાહ નથી. અંતિમ આંકડા માટે CA અથવા Income Tax Portal નો ઉપયોગ કરો.

તમારો માસિક પગાર અને TDS ગણો

Arrears પર Form 10E ની રાહત

→ NPS અને પેન્શનની સંપૂર્ણ માહિતી

📢 Join WhatsApp Channel
Scroll to Top