ગુજરાત સરકારના નાણા વિભાગે વર્ગ-૪ ના કર્મચારીઓ માટે વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે એડહોક બોનસની જાહેરાત કરી છે. આ નિર્ણયથી હજારો કર્મચારીઓને આર્થિક લાભ મળશે. ચાલો, આપણે આ ઠરાવની મુખ્ય વાતો, નિયમો અને ગણતરીને વિગતવાર સમજીએ.
આ બાબતનો Finance Department GR
GR જોવા અહીં ક્લિક કરો
GR કેવી રીતે ડોઉનલોડ કરવો Step by Step Guide
- સૌ પ્રથમ આપેલ લિંક પાર ક્લિક કરો
- તમે Finance Department ના GR પેજ પર જસો
- ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના બ્રાન્ચ પ્રમાણે GR દેખાશે તેમાંથી ચ(CH) બ્રાન્ચ સિલેક્ટ કરો
- અથવા સેર્ચ ઓપ્શન માં GR નંબર નાખી સર્ચ કરો
- Download બટન પાર ક્લિક કરી જરૂરિયાત મુજબ GR Download કરી શકાશે
બોનસ કોને મળશે?
આ બોનસનો લાભ રાજ્ય સરકારના વર્ગ-૪ સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળશે. આ ઉપરાંત, નીચે મુજબના કર્મચારીઓ પણ પાત્ર બનશે:
- પંચાયતના વર્ગ-૪ ના કર્મચારીઓ.
- સરકાર દ્વારા ૧૦૦% સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓના વર્ગ-૪ ના કર્મચારીઓ, જેમને અગાઉ પણ બોનસ મળેલું છે.
- રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૪ ના કર્મચારીઓ.
- મંત્રીમંડળ, વિધાનસભા અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મુખ્યદંડકના મહેકમ પરના વર્ગ-૪ ના કર્મચારીઓને પણ ખાસ કિસ્સામાં આ લાભ આપવામાં આવશે.
બોનસ માટેની મુખ્ય શરતો
બોનસ મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવું જરૂરી છે:
- નોકરીનો સમયગાળો: કર્મચારી તારીખ ૩૧/૩/૨૦૨૫ ના રોજ નોકરીમાં ચાલુ હોવા જોઈએ અને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન ઓછામાં ઓછી ૬ મહિનાની સળંગ નોકરી કરેલી હોવી જોઈએ.
- ચુકવણીનું પ્રમાણ: જે કર્મચારીઓએ ૬ મહિનાથી વધુ પરંતુ આખા વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય, તેમને તેમની નોકરીના સમયગાળાના પ્રમાણમાં બોનસ ચૂકવવામાં આવશે.
કેટલું બોનસ મળશે?
સરકારે ૩૦ (ત્રીસ) દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ બોનસની રકમ માટે મહત્તમ મર્યાદા ₹૭,૦૦૦/- નક્કી કરવામાં આવી છે.
બોનસની ગણતરી કેવી રીતે થશે?
બોનસની ગણતરી ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવી છે.
- ગણતરી માટે કર્મચારીનો સરેરાશ પગાર અથવા ₹૭,૦૦૦/- ની મર્યાદા, બેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લેવાશે.
- એક દિવસના બોનસની ગણતરી માટે, મહિનાના સરેરાશ ૩૦.૪ દિવસ ગણવામાં આવશે.
- ઉદાહરણ: જો કોઈ કર્મચારીનો પગાર ₹૭,૦૦૦/- કે તેથી વધુ હોય, તો તેમની ગણતરી ₹૭,૦૦૦/- ની મર્યાદા પર થશે. આ મુજબ, ૩૦ દિવસનું બોનસ આશરે ₹૬,૯૦૮/- થશે. (ગણતરી:
(₹૭૦૦૦ * ૩૦) / ૩૦.૪ = ₹૬૯૦૭.૮૯).
આ કર્મચારીઓને લાભ નહીં મળે
જે બોર્ડ/કોર્પોરેશનમાં ‘બોનસ એક્ટ’ હેઠળ કર્મચારીઓને અલગથી બોનસ ચૂકવવામાં આવે છે, તે કર્મચારીઓને આ ઠરાવ મુજબનું એડહોક બોનસ મળવાપાત્ર રહેશે નહીં.
આ નિર્ણય રાજ્ય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેમને આર્થિક રીતે મદદરૂપ થશે.
