GSRTC કંડકટર ભરતી 2026: 4318 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી, લાયકાત, પગાર અને સિલેબસની સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારની સરકારી નોકરીઓ અને ખાસ કરીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની ભરતીની તૈયારી કરતા યુવાનો માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર કક્ષાની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો લાંબા સમયથી રિક્રુટમેન્ટ કેલેન્ડર મુજબ આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ એક સુવર્ણ તક છે.

GSRTC કંડકટર ભરતી 2026

આજના આ ડીટેઈલ્ડ બ્લોગ પોસ્ટમાં આપણે GSRTC કંડકટર ભરતી 2026 ની તમામ માહિતી સરળ ભાષામાં સમજીશું. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, લાયકાત શું છે, પગાર ધોરણ કેટલું રહેશે, અને ખાસ કરીને સિલેબસ અને પરીક્ષાની પેટર્ન વિશે વિગતવાર ચર્ચા કરીશું.

GSRTC કંડકટર ભરતી 2026: એક નજર

અરજી કરતા પહેલા ભરતીની મુખ્ય વિગતો વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. નીચે આપેલા ટેબલમાં આ ભરતીની પ્રાથમિક વિગતો આપવામાં આવી છે:

  • નિગમનું નામ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
  • પોસ્ટનું નામ: કંડકટર
  • કુલ જગ્યાઓ: ૪૩૧૮ જગ્યાઓ
  • પગાર ધોરણ: રૂ. ૨૬,૦૦૦/- પ્રતિ માસ (પ્રથમ ૫ વર્ષ માટે ફિક્સ પગાર)
  • અરજી કરવાનું માધ્યમ: ઓનલાઈન
  • ઓફિશિયલ વેબસાઈટ (અરજી માટે): https://ojas.gujarat.gov.in
  • માહિતી માટેની વેબસાઈટ: https://gsrtc.in

અગત્યની તારીખો (Important Dates)

કોઈપણ સરકારી ભરતીમાં સમયમર્યાદાનું ધ્યાન રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. કંડકટરની આ ભરતી માટે ફોર્મ ભરવાની અને ફી જમા કરાવવાની તારીખો નીચે મુજબ છે:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૦૬/૦૬/૨૦૨૬
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૫/૦૭/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)
  • અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો: ૦૬/૦૬/૨૦૨૬ થી ૦૭/૦૭/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)

તમામ ઉમેદવારોને સલાહ છે કે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે પોતાનું ફોર્મ ઓનલાઈન સબમિટ કરી દેવું.

કેટેગરી મુજબ જગ્યાઓની ફાળવણી (Vacancy Details)

નિગમ દ્વારા કુલ ૪૩૧૮ જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. આ જગ્યાઓને અલગ-અલગ કેટેગરીમાં અને પુરુષ-મહિલા ઉમેદવારો માટે વહેંચવામાં આવી છે.

  • બિન અનામત (General): સામાન્ય માટે ૧૫૬૨ જગ્યાઓ અને મહિલાઓ માટે ૭૫૮ જગ્યાઓ ફાળવવામાં આવી છે.
  • આર્થિક રીતે નબળો વર્ગ (EWS): સામાન્ય ઉમેદવારો માટે ૪૩૧ જગ્યાઓ અને મહિલા ઉમેદવારો માટે ૧૫૧ જગ્યાઓ ફાળવવામાં આવી છે.
  • બાકીની જગ્યાઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), અનુસૂચિત જાતિ (SC), અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ નિયમાનુસાર જગ્યાઓ અનામત છે.

જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાનો નિગમને અબાધિત હક્ક રહેશે.

શૈક્ષણિક લાયકાત અને લાયસન્સ (Eligibility Criteria)

આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત પરિપૂર્ણ કરવાની રહેશે:

૧. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ધોરણ-૧૨ (૧૦+૨) પાસ કરેલું હોવું જોઈએ. ધોરણ-૧૨ ની માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં મેળવેલ હોવી જોઈએ.
  • જો કોઈ ઉમેદવારે ધોરણ-૧૦ પાસ કર્યા પછી ITI નો ૨ વર્ષ કે તેથી વધુ સમયનો કોર્ષ કરેલ હોય અને ધોરણ-૧૨ ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય, તો તેમને ધોરણ-૧૨ પાસ સમકક્ષ ગણવામાં આવશે.
  • તેવી જ રીતે, ધોરણ-૧૦ પછી ડીપ્લોમા (૩ વર્ષનો કોર્ષ) કરેલ હોય તો તેવા ઉમેદવારોને પણ ધોરણ-૧૨ ની લાયકાત ધરાવતા ગણવામાં આવશે. આ માટે શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

૨. કંડકટર લાયસન્સ અને બેઝ

  • ઉમેદવાર પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) તરફથી મળેલ વેલીડ કંડકટર લાયસન્સ અને બેઝ હોવા ફરજિયાત છે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે આ લાયસન્સ અને બેઝ વેલીડ હોવા જોઈએ, અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે.

૩. કોમ્પ્યુટર જ્ઞાન

  • ઉમેદવાર પાસે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતું તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • અથવા ધોરણ-૧૦ કે ધોરણ-૧૨ ની પરીક્ષામાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો પણ માન્ય રહેશે.

આ પણ વાંચો: ગુજરાત મહેસૂલ વિભાગના પરિપત્રો (Revenue Department GR)

ઉંમર મર્યાદા (Age Limit)

GSRTC કંડકટર ભરતી માટે ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે ૦૫/૦૭/૨૦૨૬ ના રોજ ધ્યાનમાં લેવામાં આવશે.

  • સામાન્ય વયમર્યાદા: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૩૫ વર્ષ હોવી જોઈએ.
  • ઉમેદવારની જન્મ તારીખ તા. ૦૫/૦૭/૧૯૯૧ થી તા. ૦૫/૦૭/૨૦૦૮ ની વચ્ચે હોવી જોઈએ.

ઉંમરમાં છૂટછાટના નિયમો:

  • બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારો: ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ (મહત્તમ ૪૦ વર્ષ).
  • તમામ અનામત વર્ગના પુરુષ ઉમેદવારો: ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છૂટછાટ (મહત્તમ ૪૦ વર્ષ).
  • તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારો: ઉપલી વયમર્યાદામાં ૧૦ વર્ષની છૂટછાટ (મહત્તમ ૪૫ વર્ષ).
  • સામાન્ય વર્ગના દિવ્યાંગ પુરુષો: ૧૦ વર્ષની છૂટછાટ.
  • સામાન્ય વર્ગની દિવ્યાંગ મહિલાઓ અને અનામત વર્ગના દિવ્યાંગ પુરુષો: ૧૫ વર્ષની છૂટછાટ.
  • અનામત વર્ગની દિવ્યાંગ મહિલાઓ: ૨૦ વર્ષની છૂટછાટ.
  • માજી સૈનિકો: તેઓએ બજાવેલી ફરજનો સમયગાળો ઉપરાંત ૩ વર્ષ સુધીની છૂટછાટ મળશે.

ખાસ નોંધ: કોઈપણ કેટેગરીમાં, તમામ છૂટછાટ સાથે ઉમેદવારની ઉંમર ૪૫ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.

પગાર ધોરણ અને ફરજો (Salary & Job Profile)

પસંદગી પામનાર ઉમેદવારને કંડકટર કક્ષામાં પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂ. ૨૬,૦૦૦/- ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂર્ણ થયા પછી, નિગમમાં તે સમયે અમલમાં રહેલા મૂળ પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે.

કંડકટરની મુખ્ય ફરજો:કંડકટરની નોકરી માત્ર ટિકિટ આપવા પૂરતી સીમિત નથી. આ માટે ઉમેદવારે નીચે મુજબની ફરજો બજાવવાની રહેશે:

  • ચાલુ બસમાં સતત ઉભા રહીને ETIM મશીનમાંથી યોગ્ય દરની ટિકિટ આપવી અને નાણાંનો વ્યવહાર કરવો.
  • બસ સ્ટેશન પર બસ રોકાય ત્યારે નોંધણી કરાવવી અને ઓનલાઈન ટિકિટની ચકાસણી કરવી.
  • મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોને બસમાં બેસાડવામાં અને સામાન મુકવામાં મદદરૂપ થવું.
  • બસની મુસાફરી દરમિયાન આગળના સ્ટોપનું એનાઉન્સમેન્ટ કરવું અને દરવાજો ઉઘાડ-બંધ કરવો.
  • ટ્રાફિક ગીચતા વખતે ડ્રાઈવરને મદદરૂપ થવું અને અકસ્માત કે બ્રેકડાઉનના સમયે પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવી કંટ્રોલ પોઈન્ટને જાણ કરવી.

પરીક્ષાની પદ્ધતિ અને સિલેબસ (Exam Pattern & Syllabus)

આ ભરતી પ્રક્રિયામાં પસંદગીનો સંપૂર્ણ આધાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા પર રહેશે. ઓ.એમ.આર. (O.M.R.) પદ્ધતિથી લેવાનારી આ પરીક્ષાનું વેઈટેજ ૧૦૦% રહેશે. પરીક્ષા પાસ કરવા માટે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાને લેવાના રહેશે નહિ, પરંતુ સૌથી ઊંચું મેરીટ ધરાવતા ઉમેદવારોની પસંદગી થશે.

પરીક્ષાનું માળખું:

  • કુલ ગુણ: ૧૦૦ ગુણ
  • કુલ પ્રશ્નો: ૧૦૦ પ્રશ્નો
  • સમય: ૧ કલાક
  • માધ્યમ: અંગ્રેજી વ્યાકરણ સિવાયનું તમામ પ્રશ્નપત્ર ગુજરાતીમાં રહેશે.

નેગેટિવ માર્કિંગ (Negative Marking):

દરેક ખોટા જવાબ, ખાલી છોડેલા જવાબ, એક કરતા વધુ વિકલ્પ પસંદ કરવા પર અથવા છેકછાક કરવા પર ૦.૨૫ ગુણ કાપવામાં આવશે. જો ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન માંગતો હોય, તો O.M.R. ઉત્તરપત્રમાં વિકલ્પ (E) ડાર્ક કરવાનો રહેશે, જેનાથી ૦.૨૫ માઈનસ ગુણ કપાશે નહીં.

વિગતવાર સિલેબસ (Syllabus):

  1. સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધોરણ-૧૨ કક્ષાનું): ૨૦ ગુણ
  2. રોડ સેફટી (માર્ગ સલામતી): ૧૦ ગુણ
  3. ગુજરાતી વ્યાકરણ (ધોરણ-૧૨ કક્ષાનું): ૧૦ ગુણ
  4. અંગ્રેજી વ્યાકરણ (ધોરણ-૧૨ કક્ષાનું): ૧૦ ગુણ
  5. કવોન્ટીટેટીવ એપ્ટીટયુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ (ધોરણ-૧૨ કક્ષાનું): ૧૦ ગુણ
  6. નિગમને લગતી માહિતી / ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો: ૧૦ ગુણ
  7. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી / પ્રાથમિક સારવારના પ્રશ્નો / કંડકટરોની ફરજો: ૧૦ ગુણ
  8. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો: ૨૦ ગુણ
  9. કુલ: ૧૦૦ ગુણ

આ પણ વાંચો: Digital Gujarat Scholarship 2026 (GSSP Portal): ઓનલાઈન અરજી, છેલ્લી તારીખ અને સંપૂર્ણ માહિતી

રમતવીર અને વિધવા ઉમેદવારો માટે ખાસ ગુણભાર (Bonus Marks)

  • વિધવા મહિલા ઉમેદવારો: પસંદગીમાં અગ્રતા આપવા માટે ઓ.એમ.આર. લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સના ૫% ગુણ ઉમેરી આપવામાં આવશે. જોકે, તેઓએ પુનઃ લગ્ન કરેલા ન હોવા જોઈએ અને દસ્તાવેજ ચકાસણી સમયે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને એફિડેવિટ રજુ કરવાનું રહેશે.
  • રમતવીર ઉમેદવારો: નિર્ધારિત રમતોમાં રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી અથવા અખીલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલું હોય, તેવા ઉમેદવારોને OMR પરીક્ષામાં મેળવેલા ગુણના ૫% ગુણ ઉમેરી આપવામાં આવશે. માન્ય પ્રમાણપત્ર રજુ કરવું ફરજિયાત છે.

અગત્યના પ્રમાણપત્રો અને તેની માન્યતા તારીખો (Important Documents & Valid Dates)

ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ભરતીનો ખૂબ જ નાજુક તબક્કો હોય છે. અરજી પત્રકમાં ખોટી માહિતી આપવાથી અરજી સીધી જ રદ થઈ શકે છે. ખાસ કરીને SEBC અને EWS ઉમેદવારોએ નીચેની તારીખો ખાસ ધ્યાનમાં રાખવી:

  • SEBC (નોન-ક્રીમીલેયર સર્ટીફીકેટ): પરિશિષ્ટ ‘૪’ મુજબનું ગુજરાતી નમુનામાં સર્ટિફિકેટ તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૫/૦૭/૨૦૨૬ સુધીમાં મેળવેલ હોવું જોઈએ. અથવા, ભારત સરકારના Annexure-A મુજબનું સર્ટિફિકેટ તા. ૦૧/૦૪/૨૦૨૬ થી તા. ૦૫/૦૭/૨૦૨૬ દરમિયાન મેળવેલ હોવું જોઈએ.
  • EWS (આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર): ગુજરાત સરકારના નમૂના મુજબનું પ્રમાણપત્ર તા. ૦૬/૦૭/૨૦૨૩ થી તા. ૦૫/૦૭/૨૦૨૬ સુધીમાં મેળવેલું હોવું જોઈએ. અથવા ભારત સરકારના નિયમ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની આવકના આધારે તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૦૫/૦૭/૨૦૨૬ સુધીમાં મેળવેલ હોવું જોઈએ.
  • પરિણીત મહિલા અરજદારોએ નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ તેમના માતા-પિતાની આવકના સંદર્ભમાં રજુ કરવાનું રહેશે. જો પતિની આવકના સંદર્ભમાં રજુ કરેલ હશે, તો અરજી રદ થશે.

અરજી ફી (Application Fee)

તમામ ઉમેદવારોએ ઓનલાઈન પ્રોસેસ ફી https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ફરજિયાત ભરવાની રહેશે.

  • બિન અનામત વર્ગ (General Male): રૂ. ૩૦૦/- + જી.એસ.ટી.
  • અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલાઓ, SEBC, SC, ST, EWS, દિવ્યાંગ અને માજી સૈનિકો): રૂ. ૨૦૦/- + જી.એસ.ટી.

જો કોઈ ઉમેદવાર એક કરતા વધુ અરજીપત્રકો ભરશે, તો તેનું અંતિમ ભરેલું અરજીપત્રક જ ધ્યાનમાં લેવામાં આવશે અને તે અંતિમ ફોર્મમાં ફી ભરેલી હોવી ફરજિયાત છે.

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી? (Step-by-Step Application Process)

આ ભરતી માટે માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જાઓ.
  2. હોમપેજ પર “Apply Online” પર ક્લિક કરો.
  3. જાહેરાતોની યાદીમાંથી ‘કંડકટર કક્ષા’ પર ક્લિક કરો, જેથી જગ્યાની તમામ વિગતો જોવા મળશે.
  4. નીચે આપેલા “Apply Now” બટન પર ક્લિક કરો.
  5. હવે એપ્લિકેશન ફોર્મેટ ખુલશે. તેમાં તમારી “Personal Details” (વ્યક્તિગત માહિતી) ભરો. લાલ ફુદડી (*) વાળી વિગતો ફરજિયાત છે.
  6. ત્યારબાદ “Educational Qualification” પર ક્લિક કરી શૈક્ષણિક વિગતો અને “Computer knowledge” પર ક્લિક કરી કોમ્પ્યુટરની લાયકાત દર્શાવો.
  7. છેલ્લે “Self declaration” વાંચીને “Yes” પર ક્લિક કરો અને “Save” બટન દબાવો. આનાથી અરજીનો ઓનલાઈન સ્વીકાર થશે.
  8. હવે ફોટો અને સહી અપલોડ કરવાના છે. ફોટો (માપ: ૫x૩.૬ સે.મી.) અને સહી (માપ: ૨.૫x૭.૫ સે.મી.) JPG ફોર્મેટમાં અને ૧૦ KB સાઇઝથી વધારે ન હોય તે રીતે તૈયાર રાખો.
  9. તમારો Application Number અને Birth Date ટાઈપ કરી “Upload” સેક્શનમાં ફોટો અને સહી અપલોડ કરો.
  10. અંતમાં, “Confirm Application” પર ક્લિક કરો. અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે. કન્ફર્મ થતાં એક “Confirmation Number” જનરેટ થશે જે ભવિષ્યની તમામ કાર્યવાહી માટે સાચવી રાખવો.
  11. છેલ્લે, “Online Payment of Fees” પર જઈને કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને ઓનલાઈન ફી જમા કરાવો.
  12. ફી ભરાઈ ગયા બાદ “Print Application” પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.

સત્તાવાર જાહેરાત જોવા અહિં ક્લિક કરો

પરીક્ષા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • દરેક ઉમેદવારે પોતાની ઓળખ માટે માન્ય ફોટો આઈ.ડી. પ્રુફ (જેવા કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે) અને અસલ કોલલેટર સાથે લઈને રિપોર્ટિંગ સ્થળે હાજર થવાનું રહેશે.
  • જો કોઈ મહિલા ઉમેદવારે લગ્ન પછી ફોર્મમાં પતિનું નામ દર્શાવેલ હોય, તો તેમણે લગ્ન અંગેનું પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ), ગેઝેટ અથવા નોટરી કરેલ સોગંદનામું સાથે લાવવાનું રહેશે.
  • પરીક્ષા ખંડમાં હસ્તલિખિત ચિઠ્ઠી, કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કે ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર સખત મનાઈ છે.
  • O.M.R. ઉત્તરવહીમાં જવાબ માર્ક કરવા માત્ર ભૂરી કે કાળી બોલપેનનો જ ઉપયોગ કરવાનો રહેશે.

ભરતી અંગેની કોઈપણ નવી અપડેટ, પરીક્ષાની તારીખ કે અન્ય સૂચનાઓ માટે નિગમની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in ની નિયમિત મુલાકાત લેતા રહેવું. આ ભરતી અંગે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની માહિતી પણ આજ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) – GSRTC કંડકટર ભરતી ૨૦૨૬

  1. GSRTC કંડકટરની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

    ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તા. ૦૬/૦૬/૨૦૨૬ થી થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૫/૦૭/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી) છે.

  2. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું છે?

    ઉમેદવાર લઘુત્તમ ધોરણ-૧૨ (૧૦+૨) પાસ હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે RTO તરફથી મળેલ વેલીડ કંડકટર લાયસન્સ અને બેઝ હોવા ફરજિયાત છે.

  3. GSRTC કંડકટર તરીકે પસંદગી પામ્યા પછી પગાર કેટલો મળશે?

    પસંદગી પામનાર ઉમેદવારોને નિમણૂક બાદ પ્રથમ પાંચ વર્ષ માટે માસિક રૂ. ૨૬,૦૦૦/- ફિક્સ પગાર આપવામાં આવશે.

  4. ઓનલાઈન અરજી કરવા માટે કઈ વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે?

    ઉમેદવારોએ આ ભરતી માટે માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે, જેના માટે સરકારની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવાનું રહેશે.

  5. પરીક્ષા માટે ફોર્મ ભરવાની ફી કેટલી છે?

    બિન અનામત વર્ગના (General) પુરુષ ઉમેદવારો માટે રૂ. ૩૦૦/- + જી.એસ.ટી. ફી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો (જેમ કે તમામ કેટેગરીની મહિલાઓ, SC, ST, SEBC, EWS, દિવ્યાંગ અને માજી સૈનિકો) માટે રૂ. ૨૦૦/- + જી.એસ.ટી. ઓનલાઈન ફી ભરવાની રહેશે.

  6. કંડકટરની લેખિત પરીક્ષા કેટલા ગુણની હશે અને સમય કેટલો મળશે?

    કંડકટરની O.M.R. પદ્ધતિથી લેવાનારી સ્પર્ધાત્મક લેખિત કસોટી કુલ ૧૦૦ ગુણની રહેશે, જેમાં ૧૦૦ પ્રશ્નો પૂછવામાં આવશે અને તે માટે ૧ કલાકનો સમય આપવામાં આવશે.

  7. શું આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ (Negative Marking) છે?

    હા, આ પરીક્ષામાં ખોટા જવાબ, છેકછાક વાળા જવાબ અથવા ખાલી છોડેલા જવાબ માટે ૦.૨૫ ગુણ કાપવામાં આવશે. પરંતુ જો તમે વિકલ્પ (E) ડાર્ક કરશો તો માઈનસ ૦.૨૫ ગુણ કપાશે નહિ.

1 thought on “GSRTC કંડકટર ભરતી 2026: 4318 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી, લાયકાત, પગાર અને સિલેબસની સંપૂર્ણ માહિતી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

📢 Join WhatsApp Channel
Scroll to Top