Gujarat Holiday List 2027 PDF: જાહેર રજાઓ, Optional & Bank Holidays

🗓️ Official Notification | GAD | 04-11-2026

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) એ વર્ષ 2027 માટેની જાહેર રજાઓ (Public Holidays), મરજીયાત રજાઓ (Optional Holidays) અને બેંક રજાઓ (Bank Holidays) ની સત્તાવાર યાદી જાહેર કરી છે. આ લેખમાં તમને આખું Gujarat Government Holiday List 2027 તારીખ, વાર અને તિથિ સાથે, Long Weekend પ્લાનિંગ ટિપ્સ અને PDF ડાઉનલોડ લિંક સાથે મળશે.

18જાહેર રજાઓ (Public)
38મરજીયાત રજાઓ (Optional)
17 + 1બેંક રજાઓ + Annual Closing
9રજાઓ રવિવાર / 2nd-4th શનિવારે

Gujarat Holiday Notification 2027: મુખ્ય વિગતો

વિભાગ
સામાન્ય વહીવટ વિભાગ (GAD), સચિવાલય, ગાંધીનગર
જાહેરનામા ક્રમાંક
GS/34/2026/GAD/PBH/e-file/1/2026/4611/Protocol
તારીખ
04/11/2026
ભાગ-1
રાજ્ય સરકારની કચેરીઓ માટે જાહેર રજાઓ
ભાગ-2
સરકારી કર્મચારીઓ માટે મરજીયાત રજાઓ
ભાગ-3
બેંકો માટે જાહેર રજાઓ (RBI, અમદાવાદ સાથે પરામર્શમાં)
લાગુ
રાજ્ય સરકાર, બોર્ડ, કોર્પોરેશન, જાહેર સાહસો અને પંચાયત કચેરીઓ
📄 Gujarat Holiday List 2027 PDF Download

Gujarat Public Holidays 2027 List (જાહેર રજાઓની યાદી)

નીચેની 18 રજાઓ રાજ્ય સરકારની તમામ કચેરીઓ માટે જાહેર રજા તરીકે જાહેર થઈ છે. નારંગી રંગમાં દર્શાવેલ રજાઓ શનિવારે છે (1st/5th શનિવાર, જે સામાન્ય રીતે કામકાજનો દિવસ હોય).

ક્રમજાહેર રજાનું નામતારીખવારતિથિ (વિ.સં.)
1મકરસંક્રાંતિMakar Sankranti14 January 2027ગુરુવારપોષ સુદ-06
2પ્રજાસત્તાક દિનRepublic Day26 January 2027મંગળવારપોષ વદ-05
3મહા શિવરાત્રીMaha Shivratri06 March 2027શનિવારમહા વદ-13
4રમજાન ઇદ (ઇદ-ઉલ-ફિત્ર)Ramzan Eid (1st Shawaal)10 March 2027બુધવારફાગણ સુદ-02
5હોળી બીજો દિવસ (ધુળેટી)Dhuleti23 March 2027મંગળવારફાગણ વદ-01
6ગુડ ફ્રાઇડેGood Friday26 March 2027શુક્રવારફાગણ વદ-04
7ચેટીચંડChetichand07 April 2027બુધવારચૈત્ર સુદ-01
8ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીDr. Ambedkar Jayanti14 April 2027બુધવારચૈત્ર સુદ-08
9શ્રી રામ નવમીRam Navmi15 April 2027ગુરુવારચૈત્ર સુદ-09
10મહાવીર જન્મ કલ્યાણકMahavir Janma Kalyanak19 April 2027સોમવારચૈત્ર સુદ-13
11બકરી ઇદ (ઇદ-ઉલ-અદહા)Bakri Eid17 May 2027સોમવારવૈશાખ સુદ-12
12મહોરમ (આશૂરા)Muharram16 June 2027બુધવારજ્યેષ્ઠ સુદ-13
13રક્ષાબંધનRaksha Bandhan17 August 2027મંગળવારશ્રાવણ સુદ-15
14જન્માષ્ટમીJanmashtami25 August 2027બુધવારશ્રાવણ વદ-08
15સંવત્સરી (ચતુર્થી પક્ષ)Samvatsari04 September 2027શનિવારભાદરવા સુદ-04
16મહાત્મા ગાંધી જયંતીGandhi Jayanti02 October 2027શનિવારઆસો સુદ-02
17દિવાળી (દીપાવલી)Diwali29 October 2027શુક્રવારઆસો વદ-15
18નૂતન વર્ષ / વિક્રમ સંવત 2084 બેસતું વર્ષNew Year Day30 October 2027શનિવારકારતક સુદ-01

રવિવાર / બીજા-ચોથા શનિવારે આવતી રજાઓ (Not Notified)

નીચેની 9 રજાઓ રવિવાર અથવા બીજા/ચોથા શનિવારે આવતી હોવાથી અલગથી જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવી નથી. એટલે આ વર્ષે કર્મચારીઓને આ દિવસોનો વધારાનો લાભ નહીં મળે.

ક્રમરજાનું નામતારીખવાર
1ભગવાન શ્રી પરશુરામ જયંતી08 May 2027શનિવાર (2nd)
2સ્વાતંત્ર્ય દિન15 August 2027રવિવાર
3પારસી નૂતન વર્ષ (પતેતી)15 August 2027રવિવાર
4ઇદ-એ-મિલાદુન્નબી15 August 2027રવિવાર
5દશેરા (વિજયા દશમી)09 October 2027શનિવાર (2nd)
6સરદાર વલ્લભભાઈ પટેલ જન્મદિન31 October 2027રવિવાર
7ભાઈબીજ31 October 2027રવિવાર
8ગુરુ નાનક જયંતી14 November 2027રવિવાર
9નાતાલ (Christmas)25 December 2027શનિવાર (4th)

Optional Holidays 2027 Gujarat (મરજીયાત રજાઓ)

ભાગ-2 મુજબ કર્મચારીઓ નીચેની 38 મરજીયાત રજાઓમાંથી વર્ષમાં વધુમાં વધુ 2 રજા પોતાની પસંદગી પ્રમાણે, ધર્મના બાધ વિના લઈ શકે છે. તમારી રજા શોધવા નીચે નામ ટાઇપ કરો:

ક્રમમરજીયાત રજાનું નામતારીખવાર
1ખ્રિસ્તી નૂતન વર્ષChristian New Year01 Jan 2027શુક્રવાર
2વાસી ઉત્તરાયણVasi Uttarayan15 Jan 2027શુક્રવાર
3વિશ્વકર્મા જયંતીVishvakarma Jayanti19 Feb 2027શુક્રવાર
4સંત શિરોમણી શ્રી રવિદાસજી જયંતીRavidas Jayanti20 Feb 2027શનિવાર
5ધણી માતંગ દેવ જયંતીDhani Matang Dev Jayanti23 Feb 2027મંગળવાર
6શહાદત-એ-હઝરત અલીShahadat-e-Hazarat Ali01 Mar 2027સોમવાર
7રમઝાન ઇદ (બીજો શવ્વાલ)Ramzan Eid (2nd Shawaal)11 Mar 2027ગુરુવાર
8હોળીHoli22 Mar 2027સોમવાર
9ગુડી પડવોGudi Padvo07 Apr 2027બુધવાર
10હાટકેશ્વર જયંતીHatkeshvar Jayanti19 Apr 2027સોમવાર
11હનુમાન જયંતીHanuman Jayanti20 Apr 2027મંગળવાર
12જરથોસ્તનો દિશો (પારસી કદમી)Zarthost-no-Disho22 Apr 2027ગુરુવાર
13પેસાહ – પ્રથમ દિવસ (યહૂદી)Pesah22 Apr 2027ગુરુવાર
14શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતીShankaracharya Jayanti10 May 2027સોમવાર
15બુદ્ધ પૂર્ણિમાBuddha Purnima20 May 2027ગુરુવાર
16ગુરુ અર્જુનદેવનો શહીદ દિનGuru Arjundev Martyrdom Day08 Jun 2027મંગળવાર
17શાવુઓથ (યહૂદી)Shavuoth11 Jun 2027શુક્રવાર
18નવમો મોહરમ9th Muharram15 Jun 2027મંગળવાર
19રથયાત્રા (અષાઢી બીજ)Rathyatra05 Jul 2027સોમવાર
20ગાથા ગહમ્બર – ત્રીજી ગાથા (પારસી કદમી)Gatha Gahamber13 Jul 2027મંગળવાર
21પારસી નૂતન વર્ષ પૂર્વ દિવસ (પારસી કદમી)Parsi New Year Eve15 Jul 2027ગુરુવાર
22પારસી નૂતન વર્ષ દિન (પારસી કદમી)Parsi New Year (Kadmi)16 Jul 2027શુક્રવાર
23ખોરદાદ સાલ (પારસી કદમી)Khordad Sal21 Jul 2027બુધવાર
24શહાદત-એ-ઇમામ હસનShahadat-e-Imam Hasan02 Aug 2027સોમવાર
25વિશ્વ આદિવાસી દિવસWorld Indigenous Peoples Day09 Aug 2027સોમવાર
26ગાથા ગહમ્બર – ત્રીજી ગાથા (પારસી શહેનશાહી)Gatha Gahamber12 Aug 2027ગુરુવાર
27તિશા-બ-અવ (યહૂદી)Tisha-be-aav12 Aug 2027ગુરુવાર
28ખોરદાદ સાલ (પારસી શહેનશાહી)Khordad Sal20 Aug 2027શુક્રવાર
29ઇદ-એ-મૌલુદId-e-Maulud20 Aug 2027શુક્રવાર
30નંદ ઉત્સવ (જન્માષ્ટમી પછીનો દિવસ)Nand Utsav26 Aug 2027ગુરુવાર
31મહાવીર સ્વામી જન્મવાંચન (ચતુર્થી પક્ષ)Mahavir Swami Janma Vachan01 Sep 2027બુધવાર
32ગણેશ ચતુર્થીGanesh Chaturthi04 Sep 2027શનિવાર
33રોશ હાશાના – નૂતન વર્ષ (યહૂદી)Rosh Hashanah02 Oct 2027શનિવાર
34યોમ કિપ્પુર (યહૂદી)Yom Kippur11 Oct 2027સોમવાર
35સુક્કોથ (યહૂદી)Succoth16 Oct 2027શનિવાર
36ધન તેરસ (આસો વદ-13)Dhan Teras27 Oct 2027બુધવાર
37કાળી ચૌદશ (આસો વદ-14)Kali Chaudas28 Oct 2027ગુરુવાર
38શ્રીમદ ભગવદ ગીતા જયંતીGita Jayanti09 Dec 2027ગુરુવાર
રવિવાર / બીજા-ચોથા શનિવારે આવતી 12 મરજીયાત રજાઓ જુઓ

શબ-એ-બારાત (24 Jan, રવિ), જમશેદી નવરોઝ (21 Mar, રવિ), વલ્લભાચાર્ય જયંતી – મહાપ્રભુજીનો પ્રાકટ્યોત્સવ (02 May, રવિ), જરથોસ્તનો દિશો – શહેનશાહી (22 May, શનિ), પારસી નૂતન વર્ષ પૂર્વ દિવસ – શહેનશાહી (14 Aug, શનિ), પર્યુષણ પ્રારંભ – ચતુર્થી પક્ષ (28 Aug, શનિ), પર્યુષણ પ્રારંભ – પંચમી પક્ષ (29 Aug, રવિ), સંવત્સરી – પંચમી પક્ષ (05 Sep, રવિ), ઓણમ (12 Sep, રવિ), કિપ્પુર પૂર્વ દિવસ (10 Oct, રવિ), દેવ દિવાળી (14 Nov, રવિ), બોક્સિંગ ડે (26 Dec, રવિ).

Optional Holiday Rules (મરજીયાત રજાના નિયમો)

  • વર્ષમાં વધુમાં વધુ 2 મરજીયાત રજા લઈ શકાય.
  • રજા માટે અગાઉથી અરજી કરવી જરૂરી; પરચુરણ રજા (CL) મંજૂર કરનાર અધિકારી સરકારી કામની અગત્યતા જોઈ મંજૂરી આપશે.
  • આ 2 રજા તમારા Casual Leave ખાતામાં ઉધારવામાં આવશે નહીં.
  • મુસ્લિમ ધર્મની કોઈ રજા જાહેર તારીખે ન આવે તો, ખરેખર ઉજવાય તે દિવસે મુસ્લિમ કર્મચારીઓને મરજીયાત રજા આપી શકાશે.

Gujarat Bank Holidays 2027 (બેંક રજાઓ)

ભાગ-3 મુજબ Negotiable Instruments Act, 1881 ની કલમ-25 હેઠળ, RBI અમદાવાદ સાથે પરામર્શમાં ગુજરાતની બેંકો માટે 17 જાહેર રજાઓ નક્કી થઈ છે. બેંક યાદી સરકારી યાદી જેવી જ છે, ફક્ત ચેટીચંડ (07 April) બેંકો માટે રજા નથી.

Annual Closing Holiday: ગુરુવાર, 1 April 2027 ના રોજ ગુજરાતની બેંકો, પગાર અને હિસાબી કચેરી (PAO) તથા તિજોરી / પેટા તિજોરી કચેરીઓ માટે વાર્ષિક હિસાબો બંધ કરવા માટે જાહેર રજા રહેશે.

Long Weekends 2027: રજાઓનું સ્માર્ટ પ્લાનિંગ

ગુજરાત સરકારમાં બીજો અને ચોથો શનિવાર રજા હોય છે. એ ગણતરીથી 2027 માં નીચેના Long Weekends બને છે (CL/મરજીયાત રજા ઉમેરીને):

23–26 January4 દિવસ | 1 CL

4th શનિ + રવિ + 25 Jan સોમવારે CL + પ્રજાસત્તાક દિન

21–23 March3 દિવસ | 1 Optional

રવિ + હોળી (Optional) + ધુળેટી

26–28 March3 દિવસ | 0 રજા

ગુડ ફ્રાઇડે + 4th શનિ + રવિ — કોઈ રજા લીધા વગર

14–19 April6 દિવસ | 2 CL

આંબેડકર જયંતી + રામ નવમી + 16-17 Apr CL + રવિ + મહાવીર જયંતી

14–17 August4 દિવસ | 1 CL

2nd શનિ + રવિ (સ્વાતંત્ર્ય દિન) + 16 Aug CL + રક્ષાબંધન

25–29 August5 દિવસ | 1 Optional + 1 CL

જન્માષ્ટમી + નંદ ઉત્સવ (Optional) + 27 Aug CL + 4th શનિ + રવિ

27–31 October5 દિવસ | 2 Optional

ધન તેરસ + કાળી ચૌદશ (Optional) + દિવાળી + નૂતન વર્ષ + રવિ (ભાઈબીજ)

* Optional holiday વર્ષમાં ફક્ત 2 જ મળે, એટલે Diwali માટે બંને વાપરવી હોય તો હોળી/નંદ ઉત્સવ માટે CL લેવી પડશે. ઓફિસ/વિભાગના સ્થાનિક નિયમ મુજબ ફેરફાર થઈ શકે.

Month-wise Summary: કયા મહિનામાં કેટલી જાહેર રજાઓ?

મહિનોજાહેર રજાઓસંખ્યા
Januaryમકરસંક્રાંતિ, પ્રજાસત્તાક દિન2
Marchમહા શિવરાત્રી, રમજાન ઇદ, ધુળેટી, ગુડ ફ્રાઇડે4
Aprilચેટીચંડ, આંબેડકર જયંતી, રામ નવમી, મહાવીર જયંતી4
Mayબકરી ઇદ1
Juneમહોરમ1
Augustરક્ષાબંધન, જન્માષ્ટમી2
Septemberસંવત્સરી1
Octoberગાંધી જયંતી, દિવાળી, નૂતન વર્ષ3

February, July, November અને December માં એક પણ જાહેર રજા કામકાજના દિવસે નથી. March અને April સૌથી વધુ રજાવાળા મહિના છે.

💰 Related: ગુજરાત સરકારે DA 63% કર્યું છે અને July–October 2026 નું arrears Nov-2026 ના પગાર સાથે મળશે. તમારું arrears ગણવા વાપરો — DA Arrears Calculator.

Frequently Asked Questions (FAQ)

ગુજરાત સરકારની 2027 માં કેટલી જાહેર રજાઓ છે?

GAD ના તા. 04/11/2026 ના જાહેરનામા મુજબ 2027 માં 18 જાહેર રજાઓ છે. આ ઉપરાંત 9 રજાઓ રવિવાર કે બીજા/ચોથા શનિવારે આવતી હોવાથી અલગથી જાહેર થઈ નથી.

2027 માં દિવાળીની રજા ક્યારે છે?

દિવાળી શુક્રવાર, 29 October 2027 અને નૂતન વર્ષ (વિક્રમ સંવત 2084) શનિવાર, 30 October 2027 ના રોજ જાહેર રજા છે. ભાઈબીજ 31 October રવિવારે આવે છે.

સરકારી કર્મચારી કેટલી મરજીયાત રજા લઈ શકે?

38 મરજીયાત રજાઓમાંથી વર્ષમાં વધુમાં વધુ 2 રજા લઈ શકાય, અને તે Casual Leave ખાતામાં ઉધારાતી નથી. અગાઉથી અરજી કરવી જરૂરી છે.

2027 માં દશેરા અને સ્વાતંત્ર્ય દિનની રજા કેમ નથી?

દશેરા 9 October 2027 બીજા શનિવારે અને સ્વાતંત્ર્ય દિન 15 August 2027 રવિવારે આવે છે, તેથી તે અલગથી જાહેર રજા તરીકે જાહેર કરાયા નથી.

બેંકોની વાર્ષિક હિસાબ બંધ કરવાની રજા ક્યારે છે?

ગુરુવાર, 1 April 2027 ના રોજ ગુજરાતની બેંકો, પગાર અને હિસાબી કચેરી તથા તિજોરી કચેરીઓ માટે જાહેર રજા છે.

શું આ રજાઓ પંચાયત અને બોર્ડ-કોર્પોરેશનને લાગુ પડે?

હા, જાહેરનામા મુજબ આ રજાઓ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન, જાહેર સાહસો અને પંચાયત કચેરીઓને પણ લાગુ પડે છે.

Gujarat Government Holiday List 2027 PDF Download

સામાન્ય વહીવટ વિભાગનું જાહેરનામું ક્રમાંક GS/34/2026/GAD/PBH/e-file/1/2026/4611/Protocol, તા. 04/11/2026 (ગુજરાતી + English, ભાગ 1 થી 3) નીચેથી ડાઉનલોડ કરો.

📥 Download Holiday List 2027 PDFPublic + Optional + Bank Holidays – Official Notification

Disclaimer: આ લેખ ગુજરાત સરકાર, સામાન્ય વહીવટ વિભાગના તા. 04/11/2026 ના જાહેરનામા પર આધારિત છે. કોઈ પણ સત્તાવાર હેતુ માટે મૂળ જાહેરનામાને જ માન્ય ગણવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

📢 Join WhatsApp Channel
Scroll to Top